A girl from middle class family completed commercial aviation pilot exam successfully
તળપદા પટેલ પરિવારની દિકરી ઐશ્વર્યા આકાશમાં ભરશે ઉડાનઃ
--------------
એસ.ટી.માં કંડકટર તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ પટેલની દિકરી
એશ્વર્યાએ માતા-પિતાના સ્વપ્નાઓ સાકાર કર્યાઃ
---------- -
રાજય સરકાર તરફથી રૂા.૨૫ લાખની માતબર લોન સહાય મળીઃ
-------
કોમર્શીયલ પાયલોટની તાલીમ લઈને એશ્વર્યાએ સમગ્ર સમાજનું નામ રોશન કર્યુંઃ
-----------
અહેવાલઃ મહેન્દ્ર વેકરીયા
સુરતઃ શનિવારઃ- મધ્યમ પરિવારની દિકરીનું પાયલોટ બનવાનું સ્વપ્ન રાજય સરકારના સહયોગથી શકય બન્યું છે. સૂરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા તળપદા કોળી પટેલ પરિવારની ઐશ્વર્યાને રાજય સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ આવતી સૂરત ખાતેની જિલ્લા નાયબ નિયામકશ્રી, વિકસતી જાતિની કચેરી દ્વારા કોમર્શીયલ પાયલોટ બનવા માટે રૂા.૨૫ લાખની લોન સહાયનો ચેક સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી આત્મારામ પરમારના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
‘જેને ઉડવુ ગમે છે તેને ગગન મળી રહે છે’ તે બાબત ઐશ્વર્યાએ સાર્થક કરી છે. નાનપણથી જ પાયલોટ બનવાનું સ્વપ્ન સેવતી ઐશ્વર્યાએ કહ્યું કે, આકાશ પરથી વિમાનો પસાર થતા ત્યારે મને પણ મનમાં વિચારો આવતા કે હું પણ એક દિવસ વિમાન ચલાવીશ. માતા-પિતાની સખત મહેનતના પરિણામે સફળતાના શિખરો સર કર્યા છે તેમ ઐશ્વર્યાએ હસતા હસતા કહ્યુ હતું. માતા મિનાબેને કહ્યું કે, મારી દિકરીને નાનપણથી પાયલોટ બનવા ઈચ્છતી હતી. અમારા ગુરુભાઈ શ્રી પ્રવિણભાઈ ઓરણાવાલાએ પાયલોટ બનવા માટે વધુ પ્રેરણા આપી. પ્રવિણભાઈએ તેમના સંબંધી કેપ્ટન અમૃત માણેક પાસેથી પાયલોટ અંગેનું સપૂંર્ણ માર્ગદર્શન મેળવ્યું. જો કે, તેમણે પાયલોટ બનવા માટે માતબર ખર્ચનો અંદાજ પણ આપ્યો હતો. જે ખર્ચ અમારા પરિવારના ખર્ચની વાત ન્હોતી. એક સંબંધિએ કહ્યું કે, રાજય સરકાર તરફથી કોમર્શીયલ પાયલોટની તાલીમ યોજના અંતર્ગત રૂા.૨૫ લાખની લોન સહાય ચાર ટકાના દરે આપવામાં આવે છે. પછી તો અમોએ લોન માટે અરજી કરી હતી. જે આજે સાકાર થઈ છે.
ઐશ્વર્યા કહે છે કે, મે ૨૦૧૬ના વર્ષમાં ધો.૧૨ સાયન્સની પરિક્ષા આપ્યા બાદ દિલ્હી ખાતે પાયલોટ થિયરીકલ એકઝામની તૈયારી કરી હતી.. ત્યાર બાદ મહારાષ્ટ્રના શિવપુર ખાતે પાંચ મહિનાની પાયલોટની તાલીમ લીધી હતી. ટુંક સમયમાં સી.પી.એલ. લાયસન્સ પણ આવી જશે. શહેરની પાલનપુર પાટીયા ખાતેની સંસ્કાર ભારતી સ્કુલમાં અભ્યાસ કરીને આ દિકરીએ શાળા તથા પરિવારનું નામ રોશન કર્યું છે. એશ્વર્યાએ કહ્યું કે, મારા પિતા ગણપતભાઈ પટેલ એસ.ટી.માં કંડકટર તરીકે ફરજ બજાવે છે. ગણપતભાઈની બે દિકરીઓમાંની મોટી દિકરી ઐશ્વર્યાએ પિતાના સપનાઓ પણ સાકાર કર્યા છે. માતા શ્રીમતિ મીનાબેને કહ્યું કે, આજના સમયમાં છોકરીઓ દરેક ક્ષેત્રમાં છોકરાઓની સમકક્ષ કાર્ય કરી રહી છે. ત્યારે મે મારી દિકરીને પણ પાયલોટ બનાવવા માટે કોઈ કચાશ રાખી ન હતી.
એશ્વર્યાએ કહ્યું કે, રાજય સરકાર દ્વારા અમારા જેવા મધ્યમ વર્ગના પરિવારની દિકરીઓને આટલી માતબર રકમ મળી છે જેના કારણે હું મારા સપનાઓને સર કર્યા છે જે બદલ આભાર વ્યકત કરૂ છું.

Comments
Post a Comment